હળવદ-ધ્રાંગધ્રા રોડ ઉપર હોટલ સંચાલકની અટકાયત હળવદ : હળવદમાં હોટલની પાછળ છુપાવેલ વિદેશી દારૂ રમ અને વ્હીસ્કીની બોટલો ઝડપાઇ છે. હોટલ સંચાલકે આ દારૂ વેચાણ કરવાના ઇરાદે રાખ્યો હોવાથી તેની અટકાયત કરવામાં આવી છે. ગઈકાલે તા. 4ના રોજ હળવદ-ધ્રાંગધ્રા રોડ પર સુખપર ગામ નજીક શ્રી રામદેવ હોટલની પાછળ ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ રમની 42 બોટલો (કિ.રૂ. 4200) તથા વ્હીસ્કીની 8 બોટલો (કિ.રૂ. 3200) મળી કુલ રૂ. 7200નો જથ્થો હોટલ સંચાલક દેવારામ કીલારામ ચૌધરી (ઉ.વ. 30)એ વેચાણ કરવાના ઇરાદે રાખેલ હતો. પોલીસે વિદેશી દારૂ જપ્ત કરી આરોપી દેવારામની અટકાયત કરી છે. તેમજ તેની સામે હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.