ગાંધીધામથી અમદાવાદ જતી માલગાડી નીચે પડતું મુકી જીંદગીનો અંત આણી લીધો હળવદ : આજ રોજ હળવદ શહેરમાં આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પાસેથી પસાર થતી રેલવે ટ્રેક પર શહેરના ભવાની નગર વિસ્તારમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર પડતું મૂકી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પાસેથી પસાર છતાં રેલવે ટ્રેક પર શહેરના ભવાનીનગર વિસ્તારમાં રહેતા અશોકભાઇ દેવશીભાઇ ઉઘરેજા નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગાંધીધામથી અમદાવાદ જતી માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. બનાવને પગલે રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જો કે મૃતક યુવાને કયા કારણોસર આત્મહત્યા કરી તે હજી સુધી સામે આવ્યું નથી.