ગરવી ગુજરાત પાર્ટીની મહેનત રંગ લાવી : રજૂઆત બાદ 3 દીવસમાં કામ ચાલુ થઇ ગયુ નગરપાલિકા તંત્રએ સમસ્યા બાબતે ગંભીરતા દાખવતાં ગરવી ગુજરાત પાર્ટીએ આભાર વ્યક્ત કર્યો મોરબી : મોરબીમાં કાલિકા પ્લોટની રોડ બનાવવાની સમસ્યા ગંભીર બની હતી. જેથી, ગરવી ગુજરાત પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી જયેશ સોમાણી એ સોશ્યલ મીડિયાના માધ્યમથી અને મોરબી ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી રોડના પ્રશ્નને વાચા આપી હતી અને તંત્રએ પણ હકારાત્મક વલણ દાખવી પ્રશ્નનો ઉકેલ લાવ્યો છે. મોરબીમાં કાલિકા પ્લોટ ખાતે મસ્જિદવાળી શેરી વિસ્તારમાં 3 માસથી વધારે સમયથી ખોદકામ કરીને ચાલ્યા ગયા હતા. અને ટોકટે વાવાઝોડામાં પહેલા વરસાદથી રસ્તાની હાલત ગંભીર બની હતી. રહેણાક લોકો અનેક રજુઆત કરતા હતા. પરંતુ તંત્ર રસ્તા બાબતે યોગ્ય પગલા ના ભરતું હોય. જેથી, ગરવી ગુજરાત પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી જયેશ સોમાણીએ રસ્તાના પ્રશ્નને લઈને મોરબી ચીફ ઓફિસરને લેખીત અને સોશ્યલ મીડિયાથી માર્ગ-મકાન વિભાગ-ગાંધીનગર અને મુખ્યમંત્રીને જાણ કરી હતી. ત્યારબાદ તંત્રએ આ પ્રશ્નની નોંધ લઇ આ મામલે ગંભીરતા દાખવી હતી. જેથી, ગરવી ગુજરાત પાર્ટીએ નગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો છે.