નીચે આપેલી લિંક ઉપર જોડાવો અને વેક્સિનેશન સેન્ટરની માહિતી મેળવો મોરબી : આજથી 18થી 44 વર્ષના યુવાવર્ગ માટે સરકાર દ્વારા કોરોના રસીકરણ શરૂ થયું છે. પરંતુ ક્યાં સ્થળે કેટલા સ્લોટ ખાલી છે તે જાણવા માટે રજીસ્ટ્રેશન અને ઓટીપી સહિતની પ્રક્રિયા કરવી પડે છે. ત્યારે સોશિયલ મીડિયા ટેલિગ્રામમાં એક એવું ગ્રુપ બનાવાયું છે. જે તમને કોરોના વેક્સિનેશન માટે ક્યાં સેન્ટરમાં કેટલા સ્લોટ ખાલી છે તે જણાવશે. કોરોનાની બીજી ખતરનાક લહેરમાં સૌ કોઈએ મોતનું તાંડવ નજરે નિહાળ્યું છે. ત્યારે સ્વાભાવિકપણે જ કોરોના બીમારીથી બચવા લોકો રસીકરણને પ્રાધાન્ય આપતા થયા છે. તેવામાં મોરબી જિલ્લામાં 45 વર્ષના નાગરિકો બાદ યુવા વર્ગ માટે આજથી 15 સેન્ટર ઉપર વેક્સીનેશન શરૂ થયું છે. પરંતુ ક્યાં સેન્ટરમાં કેટલા સ્લોટ ખાલી છે તે સરળતાથી જાણી શકાતું ન હોય ટેલિગ્રામ સોશિયલ મીડિયામાં એક ગ્રુપ કાર્યરત છે. જે જિલ્લામાં ક્યાં સેન્ટરમાં કેટલા સ્લોટ ખાલી છે તેની સંપૂર્ણ માહિતી આપશે. આ ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા નીચેની લિંક ઉપર ક્લિક કરવાથી આસાનીથી કોરોના વેક્સિનેશન સેન્ટરની માહિતી મળી શકશે. https://www.under45.in ટેલિગ્રામ ઉપર મોરબી અપડેટ પણ ઉપલબ્ધ છે.. ટેલિગ્રામ એપ્લીકેશન હાલ લોકપ્રિય બની રહી છે. ત્યારે ટેલિગ્રામ પર મોરબી અપડેટના ન્યુઝ પણ આપ સૌથી પેહલા મેળવી શકો છે. આ માટે આપ મોરબી અપડેટની ટેલિગ્રામની ચેનલની નીચે આપેલી લિંક પર ક્લિક કરી Morbi Update જોઈન કરીને તમામ સમાચારોની લિંક મેળવી શકો છો..સાથે જુના તમામ સમાચારો પણ જોઈ શકો છો. તો અત્યારે જ ટેલિગ્રામ પર મોરબી અપડેટની ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate