મોરબી : મોરબી જિલ્લા ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા અને સૌરાષ્ટ્ર ઝોન પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા સાથે પરામર્શ કરી યુવા મોરચો, મહિલા મોરચો અને અનુ.જાતિ મોરચાના પ્રમુખ તથા મહામંત્રીઓની નિમણુંક કરવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપના વિવિધ મોરચાના હોદેદારોની પણ નિમણુંક કરાઈ છે. જેમાં યુવા મોરચામાં પ્રમુખ તરીકે વિશાલભાઈ બેચરભાઈ ઘોડાસરા, મહામંત્રી તરીકે જયદીપભાઈ કનુભાઈ હુંબલ તથા તપનભાઈ રાજેન્દ્રભાઈ દવેની વરણી કરાઈ છે. મહિલા મોરચામાં પ્રમુખ તરીકે સંગીતાબેન રમેશભાઈ ભીમાણી, મહામંત્રી તરીકે હંસાબેન મહાદેવભાઈ રંગપરીયા તથા મંજુલાબેન ગુણવંતભાઈ ચૌહાણની વરણી થઈ છે. અનુ.જાતિ મોરચામાં પ્રમુખ તરીકે અરજણભાઈ આંબાભાઈ મકવાણા, મહામંત્રી તરીકે રવિભાઈ કેશુભાઈ ઘુમલ તથા દિનેશભાઇ જેઠાભાઈ પરમારની વરણી કરવામાં આવી છે.