મોરબી : મોરબીમાં ઈંગ્લીશ દારૂના ગુન્હામાં સંડોવાયેલા સુરેન્દ્રનગરના બુટલેગરને પાસ કરવામાં આવ્યા છે. જેમાં પોલીસની દરખાસ્ત ઉપર કલેક્ટરે મંજૂરી મહોર મારી દેતા પોલીસે ઈંગ્લીશ દારૂના ગુન્હામાં સંડોવાયેલા સુરેન્દ્રનગરના બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરીને તેને સુરત ખાતે જેલહવાલે કરી દેવામાં આવ્યો છે. મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ના પી.આઇ. વી. બી. જાડેજા અને પી.એસ.આઇ. એન. બી. ડાભી દ્વારા ઈંગ્લીશ દારૂના ગુન્હામાં સંડોવાયેલા એક શખ્સની પાસા હેઠળ અટકાયત કરવા માટે જિલ્લા કલેક્ટર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી. આથી, જિલ્લા કલેક્ટરે આ પાસાનું વોરંટ ઇસ્યુ કરતા એલસીબી સ્ટાફે વોરંટની બજવણી કરીને ઈંગ્લીશ દારૂના ગુન્હામાં સંડોવાયેલો આરોપી વસંતભાઈ કાનજીભાઈ વાણીયા (ઉ.વ.44, રહે પીપળી, તા.પાટડી. જી.સુરેન્દ્રનગર)ની પાસા હેઠળ અટકાયત કરીને એને સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં ધકેલી દીધો છે.