મોરબી : મોરબીના યુવા ઉદ્યોગપતિ અને યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્ય દ્વારા જરૂરિયાતમંદ બાળકો સાથે જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી છે. મોરબીના યંગ ઈન્ડિયા ગ્રુપના સભ્ય અને રાયકા સીરામીક્સના માલિક મેહુલભાઈ રબારીએ તેમના જન્મદિવસ નિમિત્તે ગરીબ બાળકોને નાસ્તો કરાવ્યો હતો. તેમને તેમને રમકડાં અને પગરખાંનું વિતરણ કર્યું હતું. આ રીતે યુવા ઉદ્યોગપતિ મેહુલભાઈએ તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો.