પાડોશમાં રહેતા બે શખ્સો સામે ગુન્હો નોંધતી પોલીસ મોરબી : મોરબીના લખધીરનગર ગામે આવેલ પ્લોટમાં લાકડા નાખવા મામલે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલા બે શખ્સોએ વૃદ્ધાને માથામાં નળિયું મારી ઇજા કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે વૃદ્ધાએ તેમના પાડોશમાં રહેતા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લખધીરનગર (નવાગામ)માં રહેતા મોંઘીબેન કેશુભાઇ જાદવ (ઉ.વ.60) એ આરોપીઓ દિપકભાઇ વિરજીભાઇ જાદવ, અરવિંદભાઇ વિરજીભાઇ જાદવ (રહે. લખધીરનગર, નવાગામ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.31 મેના રોજ રાત્રિના સાડા નવેક વાગ્યા વખતે આરોપીઓએ ફરીયાદીના પ્લોટમા લાકડા નાંખેલ હોય જે લઇ લેવાનુ કહેતા આરોપીઓને સારૂ નહી લાગતા ગાળો આપી ગાળો આપવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઇ જઇ બન્ને આરોપીઓએ સાહેદ મહેશભાઇ સાથે ઝપાઝપી કરી મુંઢ ઇજા કરી તથા આરોપીઓએ ફરીયાદીને માથામા નળીયું મારી ઇજા કરી હતી. આ બનાવની તાલુકા પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ પો.હેડ.કોન્સ. એ.એમ.ઝાપડીયા ચલાવી રહ્યા છે.