30 જૂન સુધીની ૪ ટકા વ્યાજ રાહત ગુજરાત સરકાર ચૂકવશે મોરબી : રાજયની નેશનલાઈઝડ, રિજીયોનલ રૂરલ બેંક, સહકારી કે ખાનગી કોઇપણ બેન્કમાંથી ખેડૂતોએ લીધેલા ટુંકી મુદતના પાક ધિરાણ ભરપાઈ કરવાની સમય મર્યાદાની મુદત 30 જૂન સુધી લંબાવવામાં આવી છે. મુખ્યમંત્રીએ રાજ્યના કિસાનોના હિતમાં એવો પણ નિર્ણય કર્યો છે કે રાજ્યના આવા તમામ ખેડૂતો માટે 30 જૂન સુધીની રાજ્ય સરકારની ૪ ટકા વ્યાજ રાહત ગુજરાત સરકાર ચૂકવશે. મુખ્યમંત્રી વિજયભાઈએ કોરોના સંકટના આ સમયે રાજ્યના ધરતી પુત્રોને મોટી આર્થિક રાહત આપતો આ સંવેદનશીલ નિર્ણય કર્યો છે. આ નિર્ણયના પરિણામે રાજ્ય સરકાર ખેડૂતો પરના વ્યાજ રાહતનો વધારાનો અંદાજિત રૂ.૨૪૧.૫૦ કરોડનો ખર્ચ ભોગવશે.