અગાઉ પણ યુવક અવારનવાર ઘર છોડી જતો રહેતો મોરબી : મોરબીમાં રહેતા યુવક ઘરે પાછો નહીં આવું કહી ઘરેથી નીકળી ગયો હતો. અગાઉ પણ યુવક અવારનવાર ઘર છોડી જતો રહેતો અને થોડા દિવસમાં પાછો આવી જતો. પરંતુ આ વખતે આજ દિન સુધી યુવક લાપત્તા રહેતા તેના પિતાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઇકાલે ફરિયાદ નોંધાવી છે. મોરબી શહેરમાં વીસીપરા ખાતે રોહીદાસપરામાં રહેતા મહેશભાઇ વસંતભાઇ શુકલ (ઉ.વ. 40) ગત તા. 10 મેના રોજ સવારના આઠેક વાગ્યાના અરસામાં કામ પર જવાનુ કહી ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ ફોન પર તેને પરિવારજનોને જણાવ્યું હતું કે પોતે હવે ફોન બંધ કરી દે છે અને પાછો ઘરે નહી આવે. ત્યારબાદ આજ દિન સુધી તેઓ પરત આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે, મહેશભાઇ અગાઉ પણ જાણ કર્યા વગર ઘણી વખત ઘેરથી જતા રહી થોડા-ઘણા સમયે ઘરે પાછા આવતા રહેતા અને ખાસ કોઇ કામ ધંધો કરતા નહતા. હાલમાં પોલીસ ગુમશુદા મહેશભાઈની શોધખોળ કરી રહી છે.