માળિયા : માળિયા તાલુકાના મહેન્દ્રગઢમાં કોરોનાકાળમાં આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કમલેશભાઈ બી. નિમાવતે ઉત્કૃષ્ટ સેવા કરી હોય ગ્રામ પંચાયતે તેને બિરદાવ્યા છે. સરપંચના જણાવ્યા અનુસાર ગામમાં ડોકટર ન હોય આ આરોગ્ય કર્મચારીએ સતત દોડધામ કરી દર્દીઓની મદદ કરી છે. આ કર્મચારીનો પરિવાર કોરોનાગ્રસ્ત હોય તેમ છતાં તેઓ ગામમાં મોડી રાત સુધી રોકાઈ દર્દીઓને મદદરૂપ બનતા હતા. ઉપરાંત ગ્રામ પંચાયતે આ કર્મચારીને મસીહાનું બિરુદ પણ આપ્યું છે.