ક્લબ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ કરાશે મોરબી : આગામી તા.5 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ છે. ત્યારે મોરબીમાં ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા રોપા અને ખાતરનું નિઃશુલ્ક વિતરણ તેમજ વૃક્ષારોપણ કરવામાં આવશે. મોરબીમાં ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા આગામી તા.5 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઘુનડા રોડ પર આવેલ પછાત વિસ્તારમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. ક્લબ દ્વારા સવારે 10 કલાકે વૃક્ષારોપણ બાદ વૃક્ષોના ઉછેર માટે શપથ ગ્રહણ કરાવવામાં આવશે. ત્યારબાદ તે વિસ્તારમાં વૃક્ષોના રોપાનું ફ્રી વિતરણ કરવામાં આવશે અને જરૂરિયાત મુજબ ખાતર પણ ફ્રીમાં આપવામાં આવશે તેવું ક્લબની યાદીમાં જણાવવામાં આવેલ છે.