વાંકાનેર તાલુકા પ્રમુખ તથા ટંકારા મહામંત્રીની પણ નિયુક્તિ કરાઈ મોરબી : મોરબીમાં ચૂંટણી ટાણે જિલ્લા ભાજપમાંથી અનેક હોદેદારોએ રાજીનામાં આપ્યા બાદ આજ રોજ આ હોદાઓ ઉપર નિયુક્તિ કરવામાં આવી છે. આ સાથે જ વાંકાનેર તાલુકા પ્રમુખ તથા ટંકારા તાલુકા મહામંત્રીની પણ વરણી કરાઈ છે. મોરબી જિલ્લા ભાજપ સંગઠનમાં મહામંત્રી તરીકે જ્યૂભા ઉદયસિંહ જાડેજા, ઉપપ્રમુખ તરીકે નિર્મળભાઈ સામતભાઈ જારીયા તથા વેજન્તિબેન બકુલભાઈ વાઘેલા, ગાંડુભાઈ લખમણભાઈ ધરજિયા, મંત્રી તરીકે નિકુંજભાઈ પૂનમચંદભાઈ કોટક, ભરતભાઇ નાથાભાઇ સરવૈયા તથા રમાબેન જયસુખભાઈ ગડારાની નિમણુંક કરવામાં આવી છે. આ સાથે વાંકાનેર તાલુકાના પ્રમુખ તરીકે રતિલાલ ગણેશભાઈ અણીયારા, ટંકારા તાલુકાના મહામંત્રી તરીકે ગણેશભાઈ ડુંગરભાઈ નમેરાની વરણી કરવામાં આવી છે.