મોરબી : ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા પ્રદુષણ મુક્ત બેગ (નોન વુવન બેગ)નુ વિતરણ કરી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવશે. તા.5 જૂને વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવે છે. જે હાનિકારક તત્વો વાયુ, જળ, જમીન, નદીઓ, સમુદ્ર સહીત સૃષ્ટિના તમામ ઘટકોને દૂષિત કરવા સાથે પર્યાવરણનું સંતુલન બગડે છે તેવા દૂષિત તત્વો સામેની લડાઈ લડવા અને પ્રદુષણ મુક્ત થવાના હેતુથી આ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. પર્યાવરણને દુષિત કરવામા પ્લાસ્ટિક ઉત્પાદનો ખુબ મોટો રોલ ભજવે છે. જેને સમયસર રોકવામાં નહી આવે તો તે વિશ્વ પર્યાવરણ માટે ખતરાની ઘંટી સમાન સાબિત થવાનું વિશ્વના વૈજ્ઞાનિકો જણાવવા સાથે ભારત સહિત વિશ્વ ચિંતિત છે. અને આજે જયારે માણસજાત માટે સવારના ટૂથબ્રશથી માંડી રાત્રે સુવાના માટે મચ્છરદાનીના ઉપયોગથી માનવજીવન પ્લાસ્ટિકમાં કેદ થયુ છે. ત્યારે ઇન્ડિયન લાયોનેસ ક્લબ, મોરબી દ્વારા તા.5 જૂને પ્રદુષણમુક્ત (નોન વુવન) બેગ વિતરણ કરી લોકોને પ્લાસ્ટિકના ઉપયોગથી દુર રહી પર્યાવરણ બચાવવા અપીલ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પ્રમુખ પ્રીતિબેન દેસાઇની યાદીમાં જણાવાયું છે.