મોરબી : મોરબીમાં યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. મોરબીમાં લીલાપર રોડ પર ન્યુ યદુનંદન ગૌશાળા સામે સાત હનુમાન સોસાયટીમાં રહેતા 25 વર્ષીય રજ્નીકાંતભાઇ શીવભાઇ અઘારાએ ગઈકાલે તા. 1ના રોજ અગમ્ય કારણોસર પોતાના ઘરે છતના હુકમાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો. આથી, તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ ધર્મેશભાઇએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે કાર્યવાહી કરી હતી.