માળીયા તાલુકાના નાના દહીંસરા નજીકની ઘટના માળીયા (મી.) : માળીયાના નાના દહીસરા ગામના પાટીયા પાસે આવેલ પેટ્રોલ પંપ પાસે બુલેટ અને મોટર સાયકલ વચ્ચે ટકરર થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોટર સાયકલ ચાલકે ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે બુલેટચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની માળીયા (મીં.) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઝીંઝુડામાં રહેતા રફીકભાઇ હાજીભાઇ નોબે (ઉ.વ ૩૬) એ બુલેટ નંબર GJ 36 P 9859 નો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૩ ના રોજ નાના દહીસરા ગામના પાટીયા પાસે આવેલ પેટ્રોલ પંપ પાસે આરોપીએ પોતાનું બુલેટ નં-GJ 36 P 9859 ને પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી ફરીયાદીના મોટર સાયકલ નંબર GJ 10 AQ 7863 સાથે અકસ્માત કરતા ફરીયાદીને સામન્ય ઇજા તેમજ હનીફભાઇને માથામા તથા પગમા ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવની માળીયા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.