મોરબી : મોરબી શહેરમાં પોલીસ દ્વારા કેફી પ્રવાહી સાથે એક યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે. ગઈકાલે તા. 1ના રોજ મોરબી-કંડલા બાયપાસ રોડ પર કેનાલ ચોકડી નજીક દલવાડી હોટલ પાસે મુસ્તાકભાઇ ઇકબાલભાઇ કાદરી (ઉ.વ. 21)ને આધાર વગર વેચાણ કરવાના ઇરાદે કેફી પીણુ 40 લીટર (કિં.રૂ. 800) સાથે પકડી તેની અટકાયત કરવામાં આવી છે. પોલીસે કેફી પ્રવાહી જપ્ત કરી આરોપી તેની સામે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.