રાજ એક્વેરિયમ & ફિશ હવે આપની અનુકૂળ સાઇઝ અને આપના બજેટને અનુરૂપ માછલીઘર ઘેરબેઠા બનાવી આપશે (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : રાજ એક્વેરિયમ & ફિશ શોપ મોરબીમાં શરૂ કરવામાં આવી છે અને લોકોને પોતાના ઘરની દિશા અને અનુકૂળ સાઇઝ અને બજેટને અનુરૂપ માછલીઘર ઘેરબેઠા બનાવી આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, રાજ એક્વેરિયમ & ફિશ શોપ ખાતે તમામ પ્રકારના ફિશ ફૂડ, માછલીઘરના આકર્ષક અવનવા ડેકોરેશન તથા તમામ ઇકવીપમેન્ટ પણ મોરબીમાં ઉપલબ્ધ બનાવવામાં આવ્યા છે. રંગબેરંગી માછલીઓ સાથેનું માછલીઘર આપે ઘણી જગ્યાએ જોયું હશે. અને આપને પણ આવું માછલીઘર વસાવાનો વિચાર આવ્યો હશે. પરંતુ ઘણા સમયે આપણા ઘરની અનુકૂળ સાઈઝ મુજબ માછલીઘર મળતા ન હોવાથી શોખીનોને રેડીમેઈડ માછલીઘર ફરજીયાત પણે ખરીદવા પડતા હોય છે. પરંતુ હવે રાજ એક્વેરિયમ & ફિશ દ્વારા મોરબીમાં રામચોક, શનાળા રોડ ખાતે સુર્યકીર્તિ કોમ્પ્લેક્સમાં માછલીઘરના શોખીનો માટે પોતાની બ્રાન્ચ શરુ કરવામાં આવી છે. જે આપણને ઘેરબેઠા તમામ સર્વિસ પ્રોવાઈડ કરશે. ઉલ્લેખનીય છે કે, માછલીઘર જોવાથી માનસિક તનાવમાં રાહત મળે છે. તથા ઘર ઓફિસની શોભામાં અભિવૃદ્ધિ થાય છે. માછલીઘર વસાવવું તથા તેની સારસંભાળ રાખવી અત્યંત સહેલી છે. આપના ઘર, ઓફિસ, ફેક્ટરી કે અનન્ય કોઈપણ જગ્યાએ માછલીઘર વસાવી શકો છો. વૈજ્ઞાનિક ધોરણે થયેલા સંશોધનો પ્રમાણે માછલીઘર રાખતા પરિવારોમાં માછલીની જેમ સંપ વધારે જોવા મળે છે. હદરુરોગના દર્દીઓ અને બ્લડપ્રેશરના લોકો માટે આ પ્રવૃત્તિ અત્યારે ફળદાયી સાબિત થઈ છે. કેટલાક દર્દીઓ પર થયેલ પ્રયોગએ સાબિત કર્યું છે કે તેમની તકલીફોમાં રાહત થઈ છે. એક્વેરિયમ જળતત્વનું પ્રતનિધિત્વ કરે છે. જેના કારણે ઘરમાં પ્રેમ, સંપતિ, સફળતામાં વૃદ્ધિ થાય છે ફેંગશુઇમાં ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે, એક્વેરિયમ (માછલીઘર) ઘર-ઓફિસમાં રાખવાથી અશાંતિ દૂર થવા લાગે છે અને પોઝિટિવનેશ આવે છે. નાની-નાની માછલીઓ ઘરના સભ્યો પરની મોટી-મોટી મુસીબતોને દુર કરી દે છે. જેથી, મોરબીમાં માછલીઘરના શોખીનો જો પોતાની મનગમતી સાઈઝ ડિઝાઇન મુજબ માછલી ઘર બનાવવા માંગતા હોય સાથે અવનવી માછલીઓ અને તેના ફૂડ માટેની ચિંતામાંથી મુક્તિ મેળવવાની સાથે પ્રોફેશનલ સેટઅપ (ડેકોરેશન) તથા માછલીઘર સર્વિસ માટે રાજ એક્વેરિયમ & ફિશ, સૂર્યકીર્તિ કોમ્પલેક્ષ, રામ ચોક, શનાળા રોડ, મોરબી. મો. 72028 13050, 70964 13050, 72288 97573 ઉપર સંપર્ક કરવો.