વાંકાનેર તાલુકાના ઢુવા નજીકની ઘટના વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુવા ગામમાં સીરામીક કારખાનામાં પરપ્રાંતીયએ આપઘાત કરી લીધો છે. વાંકાનેર તાલુકાના ઢુવા ગામમાં સેગા સીરામીકમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના ફતેપુરના વતની જીતેન્દ્રકુમાર રાજકુમાર ચમારએ ગઈકાલે તા. 31ના રોજ ફેક્ટરીમાં અગમ્ય કારણસર ગળાફાંસો ખાઇ લીધો હતો. આથી, તેનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.