મોરબી : મોરબી એસ.ટી.માં ડ્રાઈવર તરીકે ફરજ નિભાવતા મહિપતપુરી એસ ગોસાઈ વય મર્યાદાને કારણે નિવૃત થતાં તેમની નિવૃત્તિ વેળાએ માનપૂર્વક વિદાય અપાઈ હતી. મોરબી ડેપોમાં 1992થી ફરજ બજાવતા ડ્રાઈવર મહિપતગીરી એસ. ગોસાઈએ ઈમાનદારીપૂર્વક ફરજ નિભાવી ડેપોના વિવિધ રૂટ ઉપર નિયમિતતાના કારણે મુસાફરોમાં પણ લોકચાહના મેળવી છે. તેઓ ગઇકાલે નિવૃત્ત થતા મોરબી ડેપો મેનેજર શામળા, કર્મચારી મહામંડળના કાર્યકારી પ્રમુખ જયુભા ડી. જાડેજા, બી.એમ.એસ. પ્રમુખ ડી. એન. ઝાલા, એટીઆઇ ડી. એન. મથર (બકા મા'રાજ), વાંકાનેર ડેપોના એટીઆઇ ભરતસિંહ જાડેજા તથા મોરબી ડેપોના કર્મચારી મંડળના પ્રતિનિધિઓ તેમજ મોરબી ડેપોના સહકર્મચારીઓ ઉપસ્થિત રહેલ હતા અને મોમેન્ટો અર્પણ કર્યો હતો તેમજ કર્મચારીઓ અને સગા-સબંધીઓએ નિવૃત્તિ વેળાએ મહિપતગીરીને દીર્ધાયુ અને સુખ-શાંતિમય જીવનની શુભેચ્છા પાઠવી છે.