તાલુકા પંચાયત સદસ્ય દ્વારા માર્ગ અને મકાન વિભાગને રજૂઆત મોરબી : મોરબી તાલુકામાં માણેકવાડાથી આમરણ માર્ગનું રીપેરીંગ કરવા બાબતે તાલુકા પંચાયત સદસ્ય જાગૃતિબેન યોગેશભાઈ વાધડીયા દ્વારા રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબી તાલુકાના માણેકવાડાથી આમરણ જતો રસ્તો બિસ્માર હાલતમાં છે. આ રસ્તા પર આમરણ તથા જીવાપર, કેરાળી જેવા ગામના લોકો મોરબી વેપાર ધંધા માટે બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતાં હોય છે. રસ્તાની હાલત અત્યંત બિસ્માર હોવાના કારણે લોકો વારંવાર અકસ્માતનો ભોગ બને છે. આથી, આ રોડને તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરીને મુસાફરી યોગ્ય બનાવવા રજુઆત કરવામાં આવેલ છે.