વિશ્વ દૂધ દિવસ નિમિત્તે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતો,પશુપાલકોને માહિતી આપવામાં આવી મોરબી : આજે વર્લ્ડ મિલ્ક ડે છે. ત્યારે મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશ્વ દૂધ દિવસ નિમિત્તે ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો. આજ રોજ તા. ૦૧/૦૬/૨૦૨૧ના મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં શ્રીમતી હેતલબેન પડસુંબિયાએ દરેક નું સ્વાગત કર્યા બાદ ડો. જે.બી. કથીરીયા, મદદનિશ પ્રાધ્યાપક વેટરનરી કોલેજ, જુ.કૃ.યુ. જુનાગઢ. દ્વારા સંવર્ધન ખોરાક વ્યવસ્થાપન અને ડેરી પ્રાણીઓની આરોગ્ય સંભાળ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ડો. જી.પી. સબાપરાએ સ્વચ્છ દુધ ઉત્પાદન, ડો. એન.આર. પાડલિયાએ ગુણવતાયુકત દુધના ઉત્પાદનો તેમજ ડો. આર. જે. દલસાણીયા (નિવૃત મદદનિશ નિયામક પશુપાલન, ગુજરાત સરકાર) એ આર્થીક સાહસ તરીકે ડેરી ઉધોગ પર પૂરતી માહિતી પૂરી પાડી હતી. ડી.એ. સરડવાએ પણ ઢોરવાડાના સફાઇને લગતા સામાન્ય મુદાઓ પર વાત કરી હતી. આ કાર્યક્રમના અંતમાં કેવિકે-મોરબીના વડા ડો. એલ. એલ. જીવાણીએ આભાર વિધિ કરેલ હતી. આ કાર્યક્રમમાં કુલ 29 જેટલા મોરબી જિલ્લાના ખેડૂતો તેમજ ઓફિસરોએ હાજરી આપેલ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા જી. એસ. ઝાલા અને નિલેષ વાઘડિયા એ ખૂબ મહેનત કરેલ હતી. તેમ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી-મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સીનીયર સાયન્ટીસ્ટ અને હેડની યાદીમાં જણાવાયું છે.