હળવદ : હળવદના જુના દેવળીયા ગામે ઘાંચી પ્લોટમાં સુરાપુરા મંદીર પાસે વોકળાના કાઠે ખુલ્લામા જાહેરમાં જુગાર રમતા છ આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. હળવદ પોલીસે આ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે હળવદના જુના દેવળીયા ગામે ઘાંચી પ્લોટ, સુરાપુરા મંદીર પાસે વોકળાના કાઠે ખુલ્લામા જાહેરમાં પૈસા પાના વતી નશીબ આધારીત હાર જીતનો તીનપતીનો જુગાર રમતા આરોપીઓ નારાયણભાઇ મોહનભાઇ લાંઘા, શામજીભાઇ નરશીભાઇ ભોરણીયા, જયંતીભાઇ ઉર્ફે વિનો રતિભાઇ મોરવાડીયા, મનસુખભાઇ ઉર્ફે રસો લક્ષમણભાઇ સાતોલા, હનુભા પ્રભાતસંગ પરમાર અને અમરશીભાઇ હરજીભાઇ અઘારાને રોકડા રૂપિયા ૧૦,૦૩૦ મળી કુલ ૧૦,૦૩૦ ના મુદામાલ સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.