વાંકાનેરમાં ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત વાંકાનેર : વાંકાનેરમાં રહેતા યુવકે આર્થિક સંકળામણના કારણે જીવન ટૂંકાવ્યું છે. યુવકે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેનું મોત થયું છે. વાંકાનેર શહેરમાં પેડક વિસ્તારમાં રહેતા 30 વર્ષીય વિશાલભાઇ હરીભાઇ ઉધરેજાએ ગત તા. 27ના રોજ બપોરના બે વાગ્યાના અરશામાં પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી. આથી, તેને પ્રાથમિક સારવાર વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતો. જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે તા. 30ના રોજ તેનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. પોલીસની તપાસમાં મૃતક વિશાલે આર્થિક ભીંસના કારણે ટેંશનમાં આવીને અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.