કોટનમાં પણ તેજી : બિનલોહ ધાતુઓ, ક્રૂડ તેલમાં સાર્વત્રિક સુધારાનો સંચાર સીપીઓ, મેન્થા તેલ, રબરમાં નરમાઈનો માહોલ : કપાસમાં વૃદ્ધિ : બુલડેક્સ ફ્યુચર્સમાં 63 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 127 પોઈન્ટની મૂવમેન્ટ મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,19,888 સોદાઓમાં કુલ રૂ.9,520.46 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.187 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.287 વધ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ પણ વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંનેમાં સુધારો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં તેજીના માહોલ સામે સીપીઓ, મેન્થા તેલ અને રબરમાં નરમાઈ હતી. કપાસમાં વાયદાના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જૂન વાયદામાં 63 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જૂન વાયદામાં 127 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. દરમિયાન, એમસીએક્સે મેન્થા ઓઇલમાં રોકાણકારોને આકર્ષવા માટે તેમજ વોલ્યુમમાં નોધપાત્ર વધારો થાય તે માટે કોન્ટ્રેક્ટના ધારાધોરણોમાં સુધારો કર્યો છે, જે મુજબ મેન્થા ઓઇલમાં 1લી જૂનથી લોટ સાઇઝ જે પહેલાં 6 ડ્રમની હતી તે ઘટાડીને 2 ડ્રમની કરવામાં આવી છે. આમ હવે જૂનથી ઓછા માર્જિન સાથે પણ મેન્થા ઓઇલમાં ટ્રેડિંગ કરી શકાશે. તેનો સીધો અર્થ એ થાય છે કે જૂન પછી જુલાઇ એક્સપાયરી કોન્ટ્રેક્ટમાં ફક્ત 2 ડ્રમમાં જ કામકાજ કરી શકાશે. સોમવારે કીમતી ધાતુઓમાં એમસીએક્સ પર સોના-ચાંદીમાં 68,236 સોદાઓમાં કુલ રૂ.4,645.22 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,690ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,895 અને નીચામાં રૂ.48,540ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.187 અથવા 0.39 ટકા વધી રૂ.48,729ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.152 અથવા 0.39 ટકા વધી રૂ.39,506 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.29 અથવા 0.6 ટકા વધી રૂ.4,852ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.48,664 ખૂલી, રૂ.200 અથવા 0.41 ટકા વધી રૂ.48,743ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.72,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,144 અને નીચામાં રૂ.71,729ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.287 અથવા 0.4 ટકા વધી રૂ.71,898ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.287 અથવા 0.4 ટકા વધી રૂ.71,933 અને ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.289 અથવા 0.4 ટકા વધી રૂ.71,939ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. બિનલોહ ધાતુઓમાં 12,719 સોદાઓમાં રૂ.2,301.01 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.1.90 અથવા 0.99 ટકા વધી રૂ.194.75 અને જસત મે કોન્ટ્રેક્ટ રૂ.0.95 અથવા 0.4 ટકા વધી રૂ.236.65ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ મે કોન્ટ્રેક્ટ રૂ.5.55 અથવા 0.73 ટકા વધી રૂ.766.75 અને નિકલ મે કોન્ટ્રેક્ટ રૂ.20.10 અથવા 1.54 ટકા વધી રૂ.1,324.90 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.1.85 અથવા 1.08 ટકા વધી રૂ.172.85ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં 30,317 સોદાઓમાં કુલ રૂ.1,739.22 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં રૂ.4,849ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.4,894 અને નીચામાં રૂ.4,840ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે 1 બેરલદીઠ રૂ.27 અથવા 0.56 ટકા વધી રૂ.4,882 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.70 અથવા 0.78 ટકા વધી રૂ.219.50ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં 2,452 સોદાઓમાં રૂ.340.73 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1277ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1281 અને નીચામાં રૂ.1277ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.12 અથવા 0.95 ટકા વધી રૂ.1279.50ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે રૂ (કોટન) મે વાયદો 1 ગાંસડીદીઠ રૂ.23,150ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.23,350 અને નીચામાં રૂ.23,150ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.230 અથવા 1 ટકા વધી રૂ.23,240ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ મે કોન્ટ્રેક્ટ 10 કિલોગ્રામદીઠ રૂ.1181ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1181 અને નીચામાં રૂ.1177.10ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ..70 અથવા 0.06 ટકા ઘટી રૂ.1178ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. રબરના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ 100 કિલોગ્રામદીઠ રૂ.345 અથવા 1.99 ટકા ઘટી રૂ.16,969 અને મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.4.40 અથવા 0.48 ટકા ઘટી રૂ.918.70ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 16,099 સોદાઓમાં રૂ.2,270.60 કરોડનાં 4,616.436 કિલોગ્રામ અને ચાદીના વિવિધ વાયદાઓમાં 52,137 સોદાઓમાં સોદાઓમાં કુલ રૂ.2,374.62 કરોડનાં 329.782 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.151.57 કરોડનાં 7,705 ટન, જસતના વાયદાઓમાં રૂ.260.64 કરોડનાં 10,965 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,298.01 કરોડનાં 16,863 ટન, નિકલના વાયદાઓમાં રૂ.517.37 કરોડનાં 3,896 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.73.42 કરોડનાં 4,270 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 12,070 સોદાઓમાં રૂ.862.82 કરોડનાં 17,71,600 બેરલ્સ અને નેચરલ ગેસના વાયદાઓમાં 18,247 સોદાઓમાં રૂ.876.40 કરોડનાં 3,98,33,750 એમએમબીટીયૂ નો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 3 સોદાઓમાં રૂ..08 કરોડનાં 12 મેટ્રિક ટન અને રૂ (કોટન)ના વાયદાઓમાં 798 સોદાઓમાં રૂ.73.74 કરોડનાં 31,475 ગાંસડીના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,550 સોદાઓમાં રૂ.263.50 કરોડનાં 23,420 મેટ્રિક ટન નાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં...