મોરબી : મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આવતીકાલ તા. 1ના રોજ મંગળવારે ડેરી ઉદ્યોગ અંગે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે તા. 1 જૂનના રોજ વિશ્વ દૂધ દિવસ છે. ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મોરબીમાં ગોરખીજડીયા ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વર્લ્ડ મિલ્ક ડેની ઉજવણી કરવામાં આવનાર છે. જે નિમિત્તે કેન્દ્ર દ્વારા સવારે 9-55થી બપોરે 2-20 સુધી વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિષય નિષ્ણાતો સંવર્ધન ખોરાક વ્યવસ્થાપન અને ડેરી પ્રાણીઓની આરોગ્ય સંભાળ, સ્વચ્છ દૂધ ઉત્પાદન, ગુણવત્તાયુક્ત દૂધના ઉત્પાદનો, આર્થિક સાહસ તરીકે ડેરી ઉદ્યોગ તથા ઢોરવાડાની સફાઇને લગતા સામાન્ય મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપશે. આ વેબિનાર ઝૂમ એપ્લિકેશન પર યોજાશે. જે માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી મિટિંગ આઈડી 777 7178 7743 અને પાસકૉડ DKzn35 સબમિટ કરવાના રહેશે. આ વેબીનારનો ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ લાભ લેવા કેન્દ્ર દ્વારા યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે. https://us04web.zoom.us/j/77771787743?pwd=Y003azJrK3lDWDNNMEVwK2VEeUVBUT09