હળવદ : હળવદના દિઘડિયા નજીક શ્વાને વાછરડીને ગંભીર રીતે ઘાયલ કરી નાખતા ગૌસેવકોએ તાત્કાલિક સારવારમાં ખસેડી વાછરડીને નવજીવન આપ્યું હતું. હળવદના દિઘડિયાના વાડી વિસ્તારમાં શ્વાને વાછરડીને ગંભીર રીતે ઘાયલ કરતા ઘટનાની જાણ થતાં ગૌસેવકોની ટીમે વાછરડીને શ્રીરામ ગૌશાળાએ પહોંચાડી હતી. જ્યાં હળવદના પશુ ડોકટર નાયકપરાએ ગંભીર રીતે ઘાયલ થયેલ વાછરડીને સઘન સારવાર આપી નવજીવન આપ્યું હતું.