મનકી બાત કાર્યક્રમ નિદર્શન, આરોગ્ય અધિકારીનું સન્માન તેમજ માસ્ક વિતરણ સહિતના કાર્યક્રમ યોજાશે મોરબી : મોરબી તાલુકા ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને 7 વર્ષ પૂર્ણ થતાં આવતીકાલે રવિવારે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મનકી બાત કાર્યક્રમ નિદર્શન, આરોગ્ય અધિકારીનું સન્માન તેમજ માસ્ક વિતરણ સહિતના કાર્યક્રમ યોજાશે. સવારે 11 કલાકે સાંસદ મોહનભાઈ કુંડારિયાના કાર્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મનકી બાત કાર્યક્રમ કાર્યકર્તાઓ સાથે સામુહિક નિહાળવામાં આવશે. સાંજે 5 કલાકે રવાપર ગામ ખાતે રવાપર આરોગ્ય કેન્દ્રમાં સેવા આપતા આરોગ્ય અધિકારીનું સન્માન પત્ર આપીને મહાનુભાવોના હસ્તે સન્માન તેમજ રસીકરણમાં જોડાયેલ વ્યક્તિને માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જયંતીભાઈ કવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા ભાજપ પૂર્વપ્રમુખ રાઘવજીભાઈ ગડારા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, મોરબી યાર્ડ ચેરમેન મગનભાઈ વડાવીયા, હસુભાઈ પંડ્યા તેમજ મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસંદડીયા ઉપસ્થિત રહેશે.