કોટનના વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ. 870ની તેજી : સીપીઓ, મેન્થા તેલમાં નરમાઈનો માહોલ કપાસમાં સુધારાનો સંચાર : બુલડેક્સ ફ્યુચર્સમાં 358 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 765 પોઈન્ટની મૂવમેન્ટ મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 21થી 27 મેના સપ્તાહ દરમિયાન 22,84,703 સોદાઓમાં કુલ રૂ.1,67,013.80 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ હતા. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.37 વધવા સામે ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.585 ગબડ્યો હતો. સીસા સિવાયની તમામ બિનલોહ ધાતુઓ વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં રૂ.301ના ઉછાળો હતો, જ્યારે નેચરલ ગેસ ઢીલું હતું. કોટનના વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.870ની તેજી જોવા મળી હતી, જ્યારે ક્રૂડ પામતેલ (સીપીઓ), મેન્થા તેલ નરમ બંધ થયા હતા. કપાસમાં સુધારાનો સંચાર થયો હતો. કીમતી ધાતુઓમાં એમસીએક્સ ખાતે સોના-ચાંદીમાં 12,88,728 સોદાઓમાં કુલ રૂ.71,255 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.48,336ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.49,220 અને નીચામાં રૂ.48,230ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.37 અથવા 0.08 ટકા વધી રૂ.48,581ના સ્તરે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.553 અથવા 1.42 ટકા વધી રૂ.39,431 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.18 અથવા 0.38 ટકા વધી રૂ.4,817ના સ્તરે બંધ થયો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.71,750ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.72,779 અને નીચામાં રૂ.70,510ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.585 અથવા 0.81 ટકા ઘટી રૂ.71,719ના સ્તરે બંધ થયો હતો. ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન 22,153 સોદાઓમાં રૂ.1,817.34 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 12,159 સોદાઓમાં રૂ.1,020.47 કરોડનાં 13,394 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 9,994 સોદાઓમાં રૂ.796.87 કરોડનાં 10,746 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 837 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 774 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જૂન વાયદો 15,180ના સ્તરે ખૂલી, ઊપરમાં 15,450 અને નીચામાં 15,092ના સ્તરને સ્પર્શી, 358 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 12 પોઈન્ટ અથવા 0.08 ટકા ઘટી 15,244ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જૂન વાયદો 14,898ના સ્તરે ખૂલી, 765 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 372 પોઈન્ટ અથવા 2.5 ટકા વધી 15,275ના સ્તરે પહોંચ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં 6,01,839 સોદાઓમાં કુલ રૂ.36,987.43 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.4,552ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.4,857 અને નીચામાં રૂ.4,519ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.301 અથવા 6.62 ટકા વધી રૂ.4,851 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.4.20 અથવા 1.92 ટકા ઘટી રૂ.214.80ના સ્તરે બંધ થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં 21,297 સોદાઓમાં રૂ.3,061.22 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.1255.50ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1266 અને નીચામાં રૂ.1253ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.7.50 અથવા 0.6 ટકા વધી રૂ.1265.50ના સ્તરે બંધ થયો હતો. આ સામે રૂ (કોટન) મે વાયદો 1 ગાંસડીદીઠ રૂ.22,090ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.22,900 અને નીચામાં રૂ.22,080ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.870 અથવા 3.95 ટકા વધી રૂ.22,890ના સ્તરે બંધ થયો હતો. સીપીઓ મે કોન્ટ્રેક્ટ 10 કિલોગ્રામદીઠ રૂ.1225.40ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1240 અને નીચામાં રૂ.1176.30ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.38 અથવા 3.12 ટકા ઘટી રૂ.1181.40ના સ્તરે બંધ થયો હતો. રબરના વાયદાઓમાં મે કોન્ટ્રેક્ટ 100 કિલોગ્રામદીઠ રૂ.180 અથવા 1.07 ટકા વધી રૂ.16,939 અને મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.42.20 અથવા 4.41 ટકા ઘટી રૂ.914.80ના સ્તરે બંધ થયો હતો. કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 2,50,741 સોદાઓમાં રૂ.29,867.84 કરોડનાં 61,226.578 કિલોગ્રામ અને ચાદીના વિવિધ વાયદાઓમાં 10,37,987 સોદાઓમાં સોદાઓમાં કુલ રૂ.41,387.16 કરોડનાં 5,771.372 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 2,56,524 સોદાઓમાં રૂ.19,867.16 કરોડનાં 4,17,61,700 બેરલ્સ અને નેચરલ ગેસના વાયદાઓમાં 3,45,315 સોદાઓમાં રૂ.17,120.27 કરોડનાં 79,03,67,500 એમએમબીટીયૂ નો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 25 સોદાઓમાં રૂ..63 કરોડનાં 100 મેટ્રિક ટન અને રૂ (કોટન)ના વાયદાઓમાં 6,768 સોદાઓમાં રૂ.727.53 કરોડનાં 3,22,625 ગાંસડીના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 13,873 સોદાઓમાં રૂ.2,310.92 કરોડનાં 1,96,070 મેટ્રિક ટનનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,6372 કિલોગ્રામ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 469.585 ટન, ક્રૂડ તેલ 7,91,700 બેરલ્સ અને નેચરલ ગેસ 1,76,32,500 એમએમબીટીયૂ તેમ જ કપાસ 60 ટન, મેન્થા તેલ 44.28 ટન, રબર 224 ટન, રૂ (કોટન) 1,95,200 ગાંસડી, સીપીઓ 71,180 ટનના સ્તરે રહ્યો હતો.