મોરબી : ચરડવાથી સુરવદર સુધી મંજુર થયેલા રોડનું કામ તંત્ર દ્વારા છેલ્લા કેટલાય સમયથી કરવામાં આવી રહ્યું છે. આ કામ ગોકળગતિએ થઈ રહ્યું હોય વાહનચાલકો અકળાય ઉઠ્યા છે. તેઓએ કામને ઝડપી કરવાની માંગ ઉઠી છે. મોરબીથી હળવદ જતા વચ્ચે ચરાડવા ગામ આવે છે. ત્યાંથી સુરવદર સુધીનો 16 કિમીનો રોડ મંજુર થયો છે. આ કામ 15 મહિનાથી ચાલુ છે. છતાં હજુ 10 ટકા પણ કામ થયું નથી. હાલ જે પ્રમાણે કામ ચાલી રહ્યું છે તે જોતા એવું લાગે છે કે આ કામ પૂર્ણ થતા વર્ષો લાગી જશે. બીજી તરફ હમણાં થોડા દિવસમાં વરસાદ પણ પડી શકે છે. ત્યારે હવે તંત્રએ જાગીને કામ પુરઝડપે કરાવવું જોઈએ તેવી વાહનચાલકો માંગ ઉઠાવી રહ્યા છે.