વાંકાનેર : વાંકાનેરના જડેશ્વર રોડ પર વડસર નજીક આજે સાંજના સમયે અકસ્માત સર્જાયો હતો. જેમાં જીજે 36 આર 3802 નંબરની કિઆ અને જીજે10 ડીઇ 3386 નંબરની ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને કારમાં નુકશાન થયુ હતું. બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.