શનાળા રોડ પર હાઉસિંગ બોર્ડ સામે અને રવાપર રોડ પર બેલ પિયાટોસ ખાતે ઉપલબ્ધ મોરબી : ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકના આકોલવાડી ગામના કેસર અમૃત બાગાયત જૂથ દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી મોરબીમાં બે સ્થળે તદ્દન વાજબી ભાવે (અંદાજે રૂ. 600-700) કાર્બેટ ફ્રી કેસર કેરીના બોક્સનું સીધું જ વેચાણ કરવામાં આવે છે. મોરબીમાં શનાળા રોડ પર હાઉસિંગ બોર્ડ સામે માર્કેટિંગ યાર્ડની બાજુમાં કેરી મળશે. જે માટે ભાવિક વેકરીયા (મો. 97731 79380)નો સંપર્ક કરવાનો રહેશે. તેમજ રવાપર રોડ પર લવકુશ કોમ્પ્લેક્સ બેલ પિયાટોસ ખાતેથી મળી શકશે. જે માટે સીટી વિઝન ગ્રુપના ચિરાગભાઈ કપટા (મો. 99793 74848)નો સંપર્ક કરી શકાશે. તેમ યાદીમાં જણાવ્યું છે.