માસ્ક વિના ફરતા 7, વધુ પેસેન્જર બેસાડતા 8 રિક્ષાચાલક અને 2 કારચાલક, સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરાવતા 4 વેપારી, બપોરે 3 વાગ્યા બાદ વેપાર કરતા 1 અને રાત્રી કરફ્યૂનો ભંગ કરતા 7 લોકો દંડાયા મોરબી: ગુરુવારે 24 કલાક દરમ્યાન મોરબી જિલ્લામાંથી કોવિડ ગાઈડલાઇન્સ અંતર્ગત બહાર પાડેલા જાહેરનામાં ભંગ બદલ કુલ 29 કેસો કરવામાં આવ્યા હતા. આ પૈકી 8 રિક્ષાચાલકો, 2 કારચાલકો અને 1 એક્ટિવા ચાલક સામે દંડનાત્મક કાર્યવાહી કરતા ઉક્ત વાહનો પણ ડિટેઇન કરાયા હતા. મોરબી જિલ્લામાં ગુરુવારે 24 કલાક દરમ્યાન જાહેરનામાં ભંગના કુલ 29 કેસો કરવામાં આવ્યા હતા. જેમાં મોરબી સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટે. વિસ્તારમાં રાત્રી કર્ફ્યૂનો ભંગ કરતા 3 રાહદારીઓ સામે, માસ્કવિના જાહેરમાં ફરતા 1 રાહદારી સામે, બપોરે 3 વાગ્યા બાદ મીની લોકડાઉનનો ભંગ કરતા કપડાંના 1 રેંકડીધારક સામે તથા મોરબી સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટે. વિસ્તારમાં રાત્રી કર્ફ્યૂ દરમ્યાન કોઈ ખાસ કામ વગર જાહેરમાં આંટાફેરા કરતા 3 રાહદારીઓ સામે, સોશિયલ ડિસ્ટન્સના જાહેરનામાંનો ભંગ કરી વધુ પેસેન્જર બેસાડતા 2 રિક્ષાચાલકો તથા રાત્રી કરફ્યૂ દરમ્યાન રીક્ષા લઈ બહાર નીકળતા 1 રિક્ષાચાલક સામે, 1 એક્ટિવાચાલક સામે, માસ્કવિના જાહેરમાં ફરતા 2 રાહદારીઓ સામે અને મોરબી તાલુકા પો. સ્ટે. વિસ્તારમાં માસ્કવિના તથા વધુ પેસેન્જર બેસાડતા 1 રિક્ષાચાલક સામે વિવિધ કલમો હેઠળ કેસ કરી દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે વાંકાનેર સીટી પો. સ્ટે. વિસ્તારમાં માસ્કવિના વેપાર કરતા તથા માસ્ક ન પહેરવાનો દંડ આપવાની આનાકાની કરતા સાડીના 1 વેપારી સામે, 1 બાઈકચાલક સામે, 1 રાહદારી સામે, તથા વાંકાનેર તાલુકા પોલીસે નિયમ વિરુદ્ધ વધુ પેસેન્જર બેસાડતા 2 ઇકો કારચાલક સામે, 1 રિક્ષાચાલક સામે, માસ્કવિના જાહેરમાં ફરતા 1 રાહદારી સામે જ્યારે ટંકારા પો. સ્ટે. વિસ્તારમાં 3 રિક્ષાચાલકો સામે અને માળીયા મિયાણા પોલીસ સ્ટે. વિસ્તારમાં કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર તથા માસ્ક પહેર્યાવિના વેપાર કરતા પાન માવાના 1 ધંધાર્થી, કારીયાણાના 1 દુકાનદાર, હળવદ પોલીસ સ્ટે. વિસ્તારમાં કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર તથા માસ્કવિના પ્લમ્બિંગ કામ કરતા 1 કારીગર સામે, કેરીનો ધંધો કરતા 1 ધંધાર્થી સામે જાહેરનામાં ભંગની વિવિધ કલમો હેઠળ કેસ કરી દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.