મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામમાં સીરામીક ફેક્ટરીમાં યુવતી કામ કરતી વખતે ભઠ્ઠી ઉપરથી પડી જતા તેનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. ગઈકાલે તા. 26ના રોજ રંગપર ગામમાં કોમલ વન્સલ (ઉ.વ. 32) કેશવાનંદ સીરામીકના કારખાનામાં ભઠીમાં કામ કરતી હતી. તે વખતે ભઠી પરથી પડી જતા તેનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.