મોરબી : મધ્યપ્રદેશની મહિલા પતિ સાથે કામ માટે મોરબીમાં આવી હતી અને તે તેના પતિ સાથે જવા માંગતી નહતી. આથી, મોરબીના સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મધ્યપ્રદેશથી મહિલાના માતા-પિતાને બોલાવીને દીકરી તેને સોંપવામાં આવી હતી. આમ, સખી વન સ્ટોપ સેન્ટરે મહિલાની મદદે આવી માનવતા મહેકાવી છે. મોરબીમાં કામ માટે આવેલ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ પત્નીને મારી નાખવાની કોશીશ કરી. આ વાતની મોરબી 181 અભયમ ટીમને જાણ થતા ટીમે મહિલાને બચાવીને તેને સલામતી અને આશ્રયની જરુર હોવાથી સખી વન સ્ટૉપ સેન્ટર ખાતે મુકવામાં આવેલ હતા. ગત તા. 26 ડિસેમ્બરના રોજ સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ દ્વારા મહિલાનું સતત કાઉસેલિંગ કરવામાં આવેલ. તેથી, ટીમને જાણવા મળ્યુ કે તે યુવતી ગરેલી મધ્ય પ્રદેશના આગર-માલવા ગામની છે. અને તેના પતિ સાથે કામકાજ માટે 18 દીવસથી મોરબી આવેલ છે. અને તેના પતિ દ્વારા તેને અનેક વાર શારીરિક અને માનસીક ત્રાસ આપવામાં આવે છે. અને હવે તેને તેના માતા-પિતા સાથે જવુ છે. તેથી, સેન્ટર દ્વારા તેના માતા-પિતાનો સંપર્ક કરવામાં આવ્યો. ત્યારે સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા તેના પરિવારને જણાવેલ કે તમારી દીકરી અહીયા સલામત છે અને લોકડાઉન હોવાથી તમારે જ્યારે વાહન બંદોબસ્ત થાય ત્યારે આવીને લઈ જજો. ત્યારબાદ યુવતીના માતા-પિતા તથા ભાઈ મોરબી સખી વન સ્ટોપ સેંટર ખાતે આવેલ. આથી, માતા-પિતા તથા ભાઈને તે યુવતીનો કબ્જો સોંપવામાં આવ્યો. તેઓની દીકરીને જોઈને બધાના આંખમાં હર્ષના આંસુ આવેલ. તેઓએ જણાવેલ કે અમે ન આવ્યા ત્યા સુધી અમારી દીકરીની સુરક્ષા કરેલ તથા દીકરીને પરીવાર જેવી હુંફ આપેલ તે બદલ તમામ સ્ટાફનો ખુબ ખુબ આભાર.