મોટા બુટલેગરે વોડકાનો જંગી જથ્થો ઉતાર્યાના સંકેત : જુદી-જુદી ત્રણ જગ્યાએ દરોડામાં વોડકા જ ઝડપાયો મોરબી : મોરબીમાં વોડકા દારૂની મૌસમ પુરબહારમાં ખીલી હોય તેમ ઠેર-ઠેર વોડકાની હેરાફેરી થતા પોલીસે કડક કાર્યવાહી કરી હતી. જેમાં મોરબીમાં પોલીસે ગઈકાલે ત્રણ અલગ-અલગ જગ્યાએથી વોડકા-દારૂની હેરાફેરી કરતા ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે વોડકા સહિતનો મુદામાલ કબ્જે કરીને આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે ત્રાજપર ચોકડી પાસે જીજે-૩૬-ટી-૯૩૭૮ નંબરની કારમાં વોડકા દારૂ લઈને નીકળેલા આરોપી કૌશીકભાઇ જયંતીભાઇ કાસુન્દ્રા (ઉંવ ૩૧ ધંધો કેટૅર્સ રહે. લજાઇ અનુરાધા હોલની પાછળ, તા.ટંકારા)ને વોડકા બોટલો નંગ-૨૩ કી.રૂ.૬૯૦૦ તેમજ કાર સહિતના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. આ વોડકા-દારૂની હેરાફેરીમાં વિજયભાઇ ઓમ મોબાઇલવાળાનું નામ ખુલતા પોલીસે તેની સામે ગુન્હો નોંધીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. જ્યારે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ગઈકાલે મોરબીના કબીર ટેકરી શેરી નં-૮ ના નાકા પાસેથી આરોપી તોફીકભાઇ હુશેનભાઇ લાખા (ઉ.વ.૩૨ રહે.મોરબી કબીર ટેકરી શેરી નં-૮) ને વોડકાના કાચના ચપલા નંગ ૩ કિ.રૂ. ૩૦૦ સાથે ઝડપી.લીધો હતો. આ ઉપરાંત, મોરબી તાલુકા પોલીસે મોરબીના તાલુકાના ઘુંટું ગામમાં બાપા સીતારામની મઢુલી પાસે GJ-13-AN-2177 નંબરના એક્ટિવામાં વોડકા લઈને નીકળેલા આરોપી હઠીસિંહ પ્રભુભાઇ પઢિયાર (ઉ.વ.૩૦, ધંધો-મજુરી, રહે હાલ. જુના ઘુંટું તા.જી.મોરબી) ને વોડકાની બોટલ નંગ-૦૯ કિં.રૂ.૨૯૭૦ મળી કુલ કિં.રૂ.૨૨,૯૭૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.