એ ડિવિઝન પોલીસે રવાપર રોડ ઉપરથી રાજકોટના શખ્સને ઝડપી લીધો મોરબી : મોરબીના રવાપર રોડ ઉપરથી પોલીસે ચોરાઉ એકટીવા સાથે રાજકોટના ભાવેશ ઉર્ફે ભાવલાને ઝડપી લઈ આગવી ઢબે પૂછપરછ કરતા રાજકોટથી ચોરેલ અન્ય એક્ટિવા પણ કાઢી આપ્યું હતું. ગઈકાલે રવાપર રોડ ઉપર એક્ટિવા લઈને નીકળેલા ભાવેશ ઉર્ફે ભાવલો ચતુરભાઈ વડઘાસિયા, રે.મવડી ચોકડી, જલારામ સોસાયટી, રાજકોટ નામના શખ્સને અટકાવી મોટર સાયકલના કાગળો માંગતા સાથે ન હોવાનું જણાવતા પોલીસે પોકેટ કેપ એપની મદદથી એન્જીન અને ચેસીસ નંમ્બર ઉપરથી તપાસ કરતા આ એક્ટિવા મોરબીની મહેશ હોટેલ પાસેથી ગઈકાલે ચોરાયું હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે પોલીસે ભાવેશ ઉર્ફે ભાવલાને ગિરફતમાં લઈ આકરી પૂછપરછ કરતા રાજકોટ ભૂતખાના ચોકમાંથી ચોરેલ અન્ય એક એક્ટિવા પણ કાઢી આપ્યું હતું. પોલીસની આ કામગીરી એ ડિવિઝન પીઆઇ બી.પી.સોનારા, પીએસઆઇ વી.જી.જેઠવા, હેડ કોન્સ્ટેબલ રામભાઈ મંઢ, મનસુખભાઇ દેગામડિયા, કિશોરભાઈ મિયાત્રા, મહાવીરસિંહ પરમાર, કોન્સ્ટેબલ ભાનુભાઈ બાલાસરા, ચકુભાઈ કારોતરા, આસિફભાઈ રાઉમા, સમરથસિંહ ઝાલા, ભરતભાઇ હુંબલ, સંજયભાઈ બાલાસરા અને ભાવેશભાઈ મિયાત્રા સહિતના સ્ટાફે કરી હતી.