વાંકાનેર : વાંકાનેરમાં સીરામીક ફેક્ટરીમાં શેડ ઉપરથી પડી જતા મોરબીના આધેડનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મૂળ જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના રસનાળા ગામના વતની હાલ રવાપરમાં ધુનડા રોડ પર હનુમાનજીના મંદિર પાછળના વિસ્તારમાં રહેતા રમેશભાઇ કરશનભાઇ વરસડા (ઉ.વ. 47) ગત તા. 22ના રોજ વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ પોતાના રેસેરા સીરામીકમાં સિમેન્ટના પતરાના શેડમાં કામ કરતા હતા. તે વખતે પડી જતા ગંભીર ઇજા થવાથી તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.