આજે બુદ્ધ પૂર્ણિમા : ભગવાન બુદ્ધનો જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને નિર્વાણ વૈશાખી પૂનમે થયો હોવાની માન્યતા

- text


મોરબી : વૈશાખ શુક્લ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા અને પીપળ પૂર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન બુદ્ધની જયંતી અને નિર્વાણ દિવસ ધામધૂમથી મનાવવામાં આવે છે. આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા 26 મેને બુધવારના દિવસે એટલે કે આજે છે. આ તહેવાર સમગ્ર વિશ્વના બૌદ્ધો ખૂબ આદર અને આસ્થાથી ઉજવે છે.

ગૌતમ બુદ્ધને શાક્યમુનિ તરીકે પણ ઓળખવામાં આવે છે. બૌદ્ધ ધર્મની માન્યતા અનુસાર જે દિવસે ભગવાન બુદ્ધ (સિદ્ધાર્થ)નો જન્મ થયો તે દિવસે વૈશાખી પૂર્ણિમા હતી. તેમજ તેમને જ્ઞાન પ્રાપ્તિ પણ આજના દિવસે થઇ હતી. અને ઉત્તરપ્રદેશના કુશીનગરમાં પાવાપુરી નામક સ્થાન પર 80 વર્ષની અવસ્થામાં ઇ.પૂ. 483માં વૈશાખની પૂર્ણિમાના દિવસે મહાનિર્વાણ પ્રાપ્ત થયો હોવાનું કહેવાય છે. બુદ્ધનો જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને નિર્વાણ પૂર્ણિમાની તિથીએ જ થયું હોવાથી મહાત્મા બુદ્ધના જીવનમાં પૂનમનું ઘણું મહત્વ રહ્યું છે.

- text

20મી સદી પહેલા બુદ્ધ પૂર્ણિમાને બૌદ્ધ અવકાશનો સત્તાવાર દરજ્જો ન હતો. 1950માં શ્રીલંકા ખાતે બૌદ્ધ ધર્મની ચર્ચા કરવા માટે વિશ્વ બૌદ્ધ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ બુદ્ધ પૂર્ણિમાને સત્તાવાર અવકાશ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભગવાન બુદ્ધના જન્મદિવસના માનમાં બુદ્ધ પૂર્ણિમા તહેવારની ઉજવણી કરવામાં આવે છે.

બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે સૂર્યોદય બાદ મંદિરો અને ધાર્મિક સ્થળોએ બૌદ્ધ ધ્વજ લહેરાવવામાં આવે છે. આધુનિક બૌદ્ધ ધ્વજની શોધ શ્રીલંકાએ કરી છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો મૌર્ય યુગથી થયેલો છે. છે. બુદ્ધે અહિંસા અને પ્રેમનો સંદેશ ફેલાવ્યો હતો. સૌરાષ્ટ્ર પ્રાંતમાં પ્રાચીન સમયનાં અનેક બૌદ્ધ સ્મારકો આવેલાં છે. બુદ્ધનાં અસ્થિ પણ માત્ર ગુજરાત પાસે છે. બીજે ક્યાંય ઉપલબ્ધ નથી.

- text