સ્મશાનવાળા મેલડી માતાજીના મંદિરને તસ્કરોએ નિશાન બનાવતાં પોલીસને જાણ કરાઈ મોરબી : મોરબીના વિસીપરામાં સ્મશાન પાછળ આવેલ સ્મશાનવાળા મેલડી માતાજીના મંદિરની દાનપેટીને નિશાન બનાવી તસ્કરો રોકડ રકમ ચોરી જતા આ મામલે હિતેષભાઇ જેન્તીભાઇ દેગામાએ પોલીસને ચોરીના બનાવ અંગે જાણ કરતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.