મોરબી : મોરબીના સનાતન ધૂન મંડળ દ્વારા ઉના તાલુકાના ગામોમાં વાવાઝોડાની અસરના લીધે જેના મકાનોના પતરા ઉડી ગયા હોય તેવા પરિવારોને પતરાની સહાય કરવામાં આવી હતી. ગઈકાલે તા. 25ના રોજ મોરબીના સનાતન ધૂન મંડળ દ્વારા ઉના તાલુકાના ચણાવશી, સોખડા, વરશીંગપુર, મધરડા અને ભેભા ગામમાં વાવાઝોડાથી અસરગ્રસ્ત ઘરવિહોણા પરિવારોને અંદાજે કુલ 1140 નંગ સિમેન્ટના પતરાની સહાય કરવામાં આવી છે. જે માટે સનાતન ધૂન મંડળના સભ્યો રતિલાલ કૈલા, કિશોરભાઈ મેરજા, લાલજીભાઈ વાઘડિયા, પ્રવીણભાઈ સોરીયા, વિનુભાઈ દેસાઈ, વલ્લભભાઈ સિણોજીયા તથા જયંતીલાલ ભોજાણીએ જહેમત ઉઠાવી હતી.