મોરબી : મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલા રામધન આશ્રમ દ્વારા ધાર્મિક કાર્યોની સાથે જરૂરિયાતમંદોને મદદરૂપ થવા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે તાજેતરમાં વાવઝોડા અને કોરોના કાળની આપત્તિ વચ્ચે રામધન આશ્રમ જરૂરિયાતમંદોની વ્હારે આવ્યું હતું. જેમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાના શિષ્યા રતનબેન દ્વારા જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિના નેજા હેઠળ સમાજના જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. રામમન આશ્રમ દ્વારા આ સેવાયજ્ઞ હાથ ધરીને માનવ ધર્મને દિપાવ્યો હતો.