સોના-ચાંદીના વાયદાના ભાવમાં તેજીનો માહોલ : ક્રૂડ તેલ, કપાસમાં નરમાઈ : કોટન, સીપીઓ, મેન્થા તેલ, રબરમાં સુધારો બુલડેક્સ ફ્યુચર્સમાં 60 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 89 પોઈન્ટની મૂવમેન્ટ મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,30,136 સોદાઓમાં કુલ રૂ.10,494.63 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં તેજીનો માહોલ હતો. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.197 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.280 વધ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ પણ વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં નરમાઈ સામે નેચરલ ગેસ સુધર્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટન, સીપીઓ અને મેન્થા તેલ વધવા સામે કપાસ ઢીલું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના મે વાયદામાં 60 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જૂન વાયદામાં 89 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. દરમિયાન, એમસીએક્સ પર રબરના વાયદાનાં કામકાજમાં ટ્રેડરોનો વિશેષ રસ જોવા મળ્યો હતો. રબરના વાયદામાં 253 સોદાઓમાં કુલ રૂ.4.50 કરોડની કીમતનાં 256 ટનનું ઉચ્ચતમ કામકાજ નોંધાયું હતું, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ 270 લોટ્સના સ્તરે રહ્યો હતો. રબરના વાયદાઓમાં મે કોન્ટ્રેક્ટ 100 કિલોગ્રામદીઠ રૂ.117 અથવા 0.7 ટકા વધી રૂ.16,939 થયો હતો. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 73,605 સોદાઓમાં કુલ રૂ.4,881.97 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.49,067ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.49,137 અને નીચામાં રૂ.48,908ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.197 અથવા 0.4 ટકા વધી રૂ.49,064ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.650 અથવા 1.67 ટકા વધી રૂ.39,615 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.41 અથવા 0.85 ટકા વધી રૂ.4,842ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.72,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,681 અને નીચામાં રૂ.72,319ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.280 અથવા 0.39 ટકા વધી રૂ.72,420ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં 1,508 સોદાઓમાં રૂ.183.45 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1257.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1257.50 અને નીચામાં રૂ.1257ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.5 અથવા 0.4 ટકા ઘટી રૂ.1257.50ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે રૂ (કોટન) મે વાયદો 1 ગાંસડીદીઠ રૂ.22,650ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.22,650 અને નીચામાં રૂ.22,580ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.40 અથવા 0.18 ટકા વધી રૂ.22,580ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ મે કોન્ટ્રેક્ટ 10 કિલોગ્રામદીઠ રૂ.1196.60ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1198.50 અને નીચામાં રૂ.1191.60ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ..90 અથવા 0.08 ટકા વધી રૂ.1194.10ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.0.20 અથવા 0.02 ટકા વધી રૂ.924.90ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં 32,295 સોદાઓમાં કુલ રૂ.1,920.70 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં રૂ.4,817ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.4,845 અને નીચામાં રૂ.4,798ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે 1 બેરલદીઠ રૂ.26 અથવા 0.54 ટકા ઘટી રૂ.4,807 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.90 અથવા 0.87 ટકા વધી રૂ.219.60ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 16,947 સોદાઓમાં રૂ.2,518.23 કરોડનાં 5,1242 કિલોગ્રામ અને ચાદીના વિવિધ વાયદાઓમાં 56,658 સોદાઓમાં સોદાઓમાં કુલ રૂ.2,363.74 કરોડનાં 325.828 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 15,065 સોદાઓમાં રૂ.1,074.03 કરોડનાં 22,29,400 બેરલ્સ અને નેચરલ ગેસના વાયદાઓમાં 17,230 સોદાઓમાં રૂ.846.67 કરોડનાં 3,86,43,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 2 સોદાઓમાં રૂ..05 કરોડનાં 8 મેટ્રિક ટન અને રૂ (કોટન)ના વાયદાઓમાં 364 સોદાઓમાં રૂ.39.48 કરોડનાં 17,325 ગાંસડીના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 885 સોદાઓમાં રૂ.139.02 કરોડનાં 11,840 મેટ્રિક ટનનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 18,361.876 કિલોગ્રામ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 489.134 ટન, એલ્યુમિનિયમ 10,060 ટન, જસત 11,995 ટન, તાંબુ 11,727.500 ટન, નિકલ 3,5700 ટન, સીસું 6,105 ટન, ક્રૂડ તેલ 8,88,900 બેરલ્સ અને નેચરલ ગેસ 2,54,48,750 એમએમબીટીયૂ તેમ જ કપાસ 24 ટન, મેન્થા તેલ 45.36 ટન, રૂ (કોટન) 2,09,050 ગાંસડી, સીપીઓ 79,920 ટનના સ્તરે રહ્યો હતો. ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,859 સોદાઓમાં રૂ.159.70 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 1,325 સોદાઓમાં રૂ.118.61 કરોડનાં 1,544 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 534 સોદાઓમાં રૂ.41.09 કરોડનાં 556 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 807 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 941 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ મે વાયદો 15,350ના સ્તરે ખૂલી, ઊપરમાં 15,385 અને નીચામાં 15,325ના સ્તરને સ્પર્શી, 60 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 69 પોઈન્ટ અથવા 0.45 ટકા વધી 15,367ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જૂન વાયદો 14,783ના સ્તરે ખૂલી, 89 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 56 પોઈન્ટ અથવા 0.38 ટકા વધી 14,793ના સ્તરે પહોંચ્યો હતો. ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 4,952 સોદાઓમાં રૂ.704.17 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.424.40 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.24.08...