બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી ગયા બાદ બન્નેએ સામસામી ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીના રફાળીયા ગામ મોમાઇ નળીયાના કારખાનામાં રહેતા શ્રમિકો વચ્ચે સામાન્ય બાબતમાં જામી પડી હતી. પારકા કજિયામાં વચ્ચે પડવા મામલે શ્રમિકો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. બન્ને પરિવારોએ એકબીજા ઉપર હુમલો કર્યા બાદ સામસામી ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રફાળીયા ગામે આવેલ મોમાઇ નળીયાના કારખાનાની ઓરડીમાં રહેતા જગદીશભાઇ કુરીયા (ઉ.વ. ૩૮)એ આરોપી પ્રેમલભાઇ કરશનભાઇ મકવાણા, કરશનભાઇ છગનભાઇ મકવાણા, ગૌરીબેન કરશનભાઇ મકવાણા, રમીલાબેન પ્રેમલભાઇ મકવાણા (તમામ રહે. રફાળીયા ગામ મોમાઇ નળીયાના કારખાનાની ઓરડીમાં) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા. ૨૪ના રોજ રાત્રીના આશરે નવેક વાગ્યાના અરસામાં ફરીયાદી તથા તેની પત્ની અંદરોઅંદર બોલાચાલી કરતા હોય. તે દરમ્યાન આ કામના આરોપીઓ આવી ફરીયાદી તથા તેની પત્નીને ગાળો આપી ફરીયાદી સાથે ઝપાઝપી કરી તથા ફરીયાદીની પત્નીને ઢીંકાપાટુનો માર મારી ફરીયાદીને લાકડાના ધોકા વડે માથામા માર મારી માંથાના ભાગે ફેક્ચર જેવી ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સામાપક્ષે પ્રેમલભાઇ કરશનભાઇ મકવાણાએ આરોપી મુકેશભાઇ જગાભાઇ સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી બોલાચાલી કરી ગાળો બોલતા હોય ફરીયાદીએ તેમને ગાળો બોલવાની ના પાડતા સમજાવવા જતા આરોપીએ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ગાળો બોલી જાતી પ્રત્યે અપમાનિત કરી ફરીયાદીને ડાબા હાથમા લાકડાનો ધોકો મારી મુંઢ ઇજા કરી તથા ફરીયાદીની પત્નિ સાહેદ રમીલાબેનને વાસામા ધોકો મારી મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તાલુકા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.