માળીયા (મી.) : માળીયા (મી.)માં પોલીસ દ્વારા કારમાં બીયરના ટીનની હેરાફેરી કરતા એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. ગઈકાલે તા. 24ના રોજ માળીયા (મી.)માં નવા રેલ્વે સ્ટેશન રોડના નાકા પાસેથી સમીરભાઇ સાઉદીનભાઇ જેડા (ઉ.વ. 26)ને આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય બીયર ટીન 10 નંગ (કિ.રૂ. 1000) અલ્ટ્રો કાર નં GJ-10-BG-8851માં વેચાણ કરવાના ઇરાદે હેરાફેરી કરતા પકડી પાડી તેની અટકાયત કરવામાં આવી છે. પોલીસે વિદેશી દારૂ અને કાર મળી કુલ રૂ. 1,01,000નો મુદામાલ જપ્ત કર્યો છે. તેમજ આરોપી સમીર સામે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.