જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા કચેરી સમક્ષ કડક કાર્યવાહીની માંગ મોરબી : દશનામ ગોસ્વામી સમાજ વિરુદ્ધ વાંધાજનક ટીપ્પણી કરનાર ભરત ભરવાડ વિરુદ્ધ જિલ્લા કલેકટર ઓફિસ તથા એસપી ઓફિસમા ગોસ્વામી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. આ સાથે તેની સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આવેદનમાં જણાવાયું હતું કે, તાજેતરમાં ભરત ભરવાડ નામના શખ્સ દ્વારા સોશિયલ મિડીયામા વિડીયો મારફતે સમગ્ર દશનામ ગોસ્વામી અને સમસ્ત સાધુ સમાજ વિશે અપમાનજનક અને વાંધાજનક ટીકા ટિપ્પણીઓ અને અભદ્ર ભાષાઓના ઉપયોગ કરી સમાજની ધામિઁક અને સામાજિક લાગણીઓ દુભાય તેવુ કૃત્ય કરવામા આવેલ. જેના પડઘા સમગ્ર ગુજરાતમા પડ્યા હતા. અને વિવિધ જગ્યાએ તેમના પર ફરિયાદ દાખલ કરી કડક કાયઁવાહીની માંગ કરવામા આવી છે. જેના અનુસંધાને આજરોજ મોરબી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા મોરબી એસ.પી. ઓફિસ તથા જિલ્લા કલેકટર ઓફિસે ભરત ભરવાડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા રજુઆત કરાઈ હતી. અને તેમના વિરુદ્ધ કડકમા કડક કાયઁવાહી કરવાની માંગ કરવામા આવી છે. આ તકે દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ ગુલાબગીરી, ઉપપ્રમુખ હંસગીરી, દશનામ ગોસ્વામી યુવક મંડળમાંથી તેજસગીરી, હાર્દિકગીરી, હિરેનગીરી, ચેતનગીરી, મુકેશપરી તથા સપ્તેશ્વર મહાદેવ મહંત લાભુગીરી, પીઠડના મહંત રમેશગીરી, મહેન્દ્રનગરથી રાજેશપરી તેમજ વગેરે યુવાનો અને વડિલો વિશેષ હાજર રહ્યા હતા.