માસ્ક વિના ફરતા 10, રાત્રી કરફ્યૂ ભંગ બદલ 5, વધુ પેસેન્જર બેસાડતા 10 રિક્ષાચાલક તથા 4 કારચાલક અને સોશિયલ ડિસ્ટનસનું પાલન ન કરાવતા 5 વેપારી દંડાયા: મોરબી: સોમવારે 24 કલાક દરમ્યાન મોરબી જિલ્લામાં કોવિડ ગાઈડલાઇન્સ અંતર્ગત લાગુ કરેલા વિવિધ જાહેરનામાંના ભંગ બદલ કુલ 34 કેસો કરી પોલીસે તમામ સામે દંડનાત્મ કાર્યવાહી કરી હતી. સોમવારે 24 કલાક દરમ્યાન મોરબી જિલ્લાના શહેરો તાલુકા મથકના વિવિધ પોલીસ સ્ટે. વિસ્તારમાં જાહેરનામાં ભંગ બદલ કુલ 34 લોકો સામે દંડનાત્મક કાર્યવાહી કરી, સબંધિત વાહનો ડિટેઇન કરી દંડનાત્મક કાર્યવાહી કરી હતી. જેમાં મોરબી સીટી. એ. ડિવિઝન પો. સ્ટે. વિસ્તારમાં ઇમરજન્સી કામ વગર બહાર નીકળીને રાત્રી કરફ્યૂનો ભંગ કરતા 2 રાહદારી સામે, માસ્કવિના દુકાને બેસીને વેપાર કરવા બદલ 1 વેપારી સામે, માસ્કવિના જાહેરમાં ફરતા 2 રાહદારીઓ સામે તથા મોરબી સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટે. વિસ્તારમાં માસ્કવિના જાહેરમાં ફરતા 1 રાહદારી સામે, જાહેરનામાંનો ભંગ કરી વધુ પેસેન્જર બેસાડતા 3 રિક્ષાચાલક સામે, માસ્કવિના એક ઇકો કારમાં ડ્રાઈવર સહિત સવાર 3 લોકો સામે, રાત્રી કરફ્યૂ દરમ્યાન જરૂરી કામ વગર બહાર નીકળતા 3 રાહદારીઓ સામે અને મોરબી તાલુકા પો. સ્ટે. વિસ્તારમાં માસ્કવિના તથા વધુ પેસેન્જર બેસાડીને સોશિયલ ડિસ્ટનસના જાહેરનામાંનો ભંગ કરતા 2 રિક્ષાચાલક સામે વિવિધ કલમો હેઠળ દંડનાત્મક કાર્યવાહી કરી હતી. જ્યારે વાંકાનેર સીટી. પો. સ્ટે. વિસ્તારમાં માસ્કવિના જાહેરમાં નીકળીને તથા માસ્ક ન પહેરવાનો દંડ આપવાની આનાકાની કરતા 1 રાહદારી સામે, કાપડનું વેચાણ કરતા 1 દુકાનદાર સામે, લચ્છી વેંચતા 1 ધંધાર્થી સામે, પરચુરણના 1 દુકાનદાર સામે, માસ્કવિના તથા સોશિયલ ડિસ્ટનસના જાહેરનામાંનું ઉલ્લંઘન કરી વધુ પેસેન્જર બેસાડતા 1 રિક્ષાચાલક સામે જ્યારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટે. વિસ્તારમાં મારુતિ ઇકો કારમાં વધુ પેસેન્જર બેસાડતા 1 કારચાલક સામે, માસ્કવિના જાહેરમાં ફરતા 2 રાહદારીઓ સામે તથા માળીયા મિયાણા પોલીસ સ્ટે. વિસ્તારમાં માસ્કવિના તથા વધુ પેસેન્જર બેસાડીને સોશિયલ ડિસ્ટન્સનાં જાહેરનામાંનો ભંગ કરતા 2 રીક્ષાચાલક સામે, માસ્કવિના તથા વધુ ગ્રાહકો એકઠા કરતા પાન માવાના 1 ધંધાર્થી સામે, ટંકારા પો. સ્ટે. વિસ્તારમાં વધુ પેસેન્જર બેસાડતા 2 રિક્ષાચાલકો સામે, ઇકો કારના 1 ચાલક સામે તથા હળવદ પોલીસ સ્ટે. વિસ્તારમાં વધુ ગ્રાહકો એકઠા કરીને તથા માસ્કવિના વેપાર કરતા તથા કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર વેપાર કરતા ફ્રુટના 2 રેંકડીધારક સામે જાહેરનામાં ભંગની વિવિધ કલમો હેઠળ દંડનાત્મક કાર્યવાહી કરી હતી.