મોરબી : મોરબીમાં લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા પશુઓ માટેની સિમેન્ટની પાણીની કુંડીનું નિઃશુલ્ક વિતરણ કરવાનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટના મુખ્ય દાતા દર્શનભાઈ દિલીપભાઈ પરમાર રહ્યા છે. દરેક પશુઓને પાણી સરળતાથી મળી રહે તે માટે આ સિમેન્ટની કુંડીનું વિતરણ કરવામાં આવે છે. જે કોઈપણ વિસ્તારમાં શેરી, ગલ્લી, સોસાયટી, મંદિર જેવા સ્થળ સુધી વિનામૂલ્યે પહોંચતી કરી દેવામાં આવશે. આ સાથે ખોરાક માટેની નાની કુંડી તથા કબૂતર માટેના કુંડા પણ મળશે. આ સેવાયજ્ઞમાં પ્રમુખ કુતુબભાઈ ગોરૈયા, રાકેશભાઈ ક્રિષ્નાણી, કરણ મઢવી તેમજ મંત્રી પ્રતીક કોટેચા, દિપક મંગે, ભૂમિત દફ્તરી જહેમત ઉઠાવી રહ્યા છે. કુંડી મેળવવા માટે પોપ્યુલર હાઉસ, સરદાર રોડ, સુધારા શેરી, ફાયર સ્ટેશન પાસે, સિન્ડિકેટ બેંક સામે, મોરબી ખાતે રૂબરૂ આવી સરનામું લખાવી જવાનું રહેશે.