મોરબી : મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ગઈકાલે તા. ૨૪ના રોજ બાતમીના આધારે મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં આવેલ બક્ષી શેરીના નાકા પાસે ખુલ્લી જગ્યામાં રોડ ઉપર ગંજીપતાના પાનાવતી તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપીઓ ઇમરાનભાઇ ઉર્ફે પસ્તી સીકંદરભાઇ દેવાણી, ગીરીશભાઇ છબીલદાસ કોટેચા, કિશનભાઇ દીલીપભાઇ કાનાબાર, ભાવેશભાઇ ઉર્ફે મુનો ચંદ્રકાંતભાઇ મણીયારને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ ઉપરથી કુલ રોકડ રૂપિયા ૧૩,૦૫૦નો મુદામાલ કબ્જે કરી ચારેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.