હળવદના રણમલપુર નજીક બુકાનીધારી શખ્સોએ યુવકને રહેંસી નાખ્યો

- text


બે લોકો ઉપર હુમલો થતા એકનું ઘટના સ્થળે મોત, બીજાની હાલત ગંભીર

હળવદ : હળવદના રણમલપુર ગામ પાસે આજે બેથી વધુ બુકાનીધારી શખ્સોએ યુવકને રહેંસી નાખ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાને પગલે પોલીસે બનાવ સ્થળે દોડી જઈને આગળની તપાસ હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદના રણમલપુર નજીક કંકાવટી ગામે જવાના રસ્તા પર આવેલ વાડી વિસ્તારમાં બેથી વધુ બુકાનીધારી શખ્સો તીક્ષ્ણ હથિયારો લઈને આવ્યા હતા. તેઓએ અહીં બે યુવક ઉપર ખૂની હુમલો કર્યો હતો. જેમાં એક યુવકનું મૃત્યુ નીપજ્યું છે. બીજાની હાલત ગંભીર હોય તેને હાલ સારવારમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે. હાલ પોલીસે હુમલો કરનાર શખ્સોની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.

- text